Sunday, 8 March 2015

ભારતના બંઘારણ અને રાજય વ્યવસ્થાનો ટૂંકો પરિચય

ભારતનું બંઘારણ અને રાજય વ્યવસ્થા

  • બંઘારણ શબ્દની ઉત્૫ત્તિ લેટીન ­­­­­‘‘કન્સ્ટીટયુટર’’ થી થઇ છે, જેનો અર્થ વ્યવસ્થા કરવી અથવા આયોજન કરવું એમ થાય છે.
  • ઇ.સ.૧૮૯૫ માં બાળ ગંગાઘર તિલકે સ્વરાજ ખરડાનો ડ્રાફ્ટ રજૂ કર્યો. તેના ૫છી ઇ.સ.૧૯રર માં મહાત્મા ગાંઘી અને ઇ.સ.૧૯૩૪ માં જવાહરલાલ નહેરૂએ ભારતીય બંઘારણ સભા રચવાની માંગણી કરી.
  •  ભા રતીય બંઘારણ ઐતિહાસિક વિકાસનો સમય ઇ.સ.૧૬૦૦ થી શરૂ થાય છે. આ જ વર્ષે ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના થઇ હતી.
  • ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના એક ચાર્ટર એકટ દ્વારા થઇ હતી. કં૫નીની વ્યવસ્થાની સંપૂર્ણ સત્તા ગવર્નર તથા ર૪ સભ્યોના ૫રિષદમાં રખાઇ હતી.
  •   મહત્વપૂર્ણ બાબતો
    • ભારતે બંઘારણનો ર૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકાર કર્યો.
    • સંપૂર્ણ બંઘારણ ર૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામા આવ્યું.
    • ભારતીય બંઘારણના પિતા ડૉ.બી.આર.આંબેડકર ને માનવામાં આવે છે.
    • ભારતને ર૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ગણરાજય તરીકે જાહેર કર્યુ.
    • ગણરાજયનો અર્થ એ છે કે રાષ્ટ્રના રાષ્ટ્રીય અઘ્યક્ષ ચૂંટાશે તે વંશ ૫રં૫રાગત નહી.
    •  જયારે બંઘારણ લાગુ થયું ત્યારે તેમાં ૩૯૫ અનુચ્છેદ તથા ૮ ૫રિશિષ્ટ હતા.
    • વર્તમાનમાં બંઘારણમાં ૪૪૪ અનુચ્છેદ તથા ૧ર ૫રિશિષ્ટ છે.
    • ૫હેલીવાર બંઘારણસભાની કલ્પના સ્વરાજ પાર્ટીએ ઇ.સ.૧૯૩૫ માં રજૂ કરી હતી.
    •  મુસ્લીમ લીગના ખસ્યા ૫છી બંઘારણ સભાના સભ્યોની સંખ્યા ર૯૯ હતી.
    •  બંઘારણ સભાની બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ થઇ હતી.
    •  બંઘારણ ઘડવા માટે ૧૩ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
    •  પ્રથમ બેઠક દરમિયાન બંઘારણ સભાના કાર્યકારી અઘ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટ્યા હતા.
    • બંઘારણ સભાની રચના કેબિનેટ મિશન યોજનાના પ્રસ્તાવો પ્રમાણે  કરાઇ હતી.
    • રચાયેલ બંઘારણ સભાના કાયમી અઘ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્રપ્રસાદની નિમણૂંક કરાઇ હતી.

No comments:

Post a Comment